Welcome :- Guest

SHREE KUTCHH KADVA PATIDAR SAMAJ SURAT

|| સંગઠનં પરમં ધર્મ: ||

SHRI AKHIL BHARTIYA KUTCH KADVA PATIDAR

SAMAJ

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ

૧. નામ અને પરિચય:-
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ તરીકે ઓળખાશે અને કેન્દ્રીય સમાજ તરીકે કાર્ય કરશે, જે સમગ્ર ભારતમાં સમાજની એકતા, પ્રગતિ, શિક્ષણ અને સામાજિક વિકાસ માટે કટિબદ્ધ છે.
૨. ઉદ્દેશો:-

આ સંસ્થા નીચે મુજબના ઉદ્દેશો પાર પાડવા માટે સ્થાપવામાં આવેલ છે:

  • ૧.કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના તમામ સભ્યોને એકતા, પરસ્પર પ્રેમ, સહકાર, સેવા અને સંગઠનના સૂત્રમાં બાંધી સમાજની એકતા અને અખંડિતતા જાળવવી.
  • ૨.સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, રોજગાર, વ્યવસાય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે જરૂરી સહાય અને માર્ગદર્શન પૂરું પાડવા પ્રયત્નો કરવા.
  • ૩.કેન્દ્રીય સમાજે સમયે-સમયે પસાર કરેલા જ્ઞાતિ નિયમોનું પાલન કરાવવા તેમજ જ્ઞાતિમાં પ્રવર્તતા ધાર્મિક અંધશ્રદ્ધા-કુરિવાજો નાબૂદ કરવા. તે માટે યોગ્ય અસરકારક પગલાં લેવા.
  • ૪.સમાજમાં કન્યા કેળવણીના ફેલાવાના પ્રયાસો સાથે કુમાર-કન્યા કેળવણીને વેગ આપવો.
૩. પ્રવૃત્તિઓ:-

સંસ્થાના ઉદ્દેશો પાર પાડવા નીચે મુજબની પ્રવૃત્તિઓ સાનુકૂળતા મુજબ હાથ ધરશે:

  • ૧.કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના ફેલાયેલા વિસ્તારોમાં યુવા ભાઈ-બહેનોને પરસ્પર પ્રેમ, સહકાર, સેવા અને સંગઠનના સૂત્રે બાંધવા તથા યુવાનોના સર્વાંગી વિકાસ અર્થે અવારનવાર જુદા જુદા સ્થળોએ સંગઠન સભાઓ, ચર્ચા સભાઓ, ધાર્મિક સભાઓ, યુવા અધિવેશન, આનંદ મેળા, સાંસ્કૃતિક પ્રદર્શનો, પ્રવાસ પર્યટનો, રમતગમત હરીફાઈ વગેરેનું આયોજન કરવું.
  • ૨.સમાજના યુવાનોમાં રાષ્ટ્રીય ભાવના કેળવવી તેમજ અન્ય સંસ્થાઓ સાથે સહકાર સંગઠન વધારવા યોગ્ય પ્રસંગો કરવા તેમજ એવા પ્રસંગોમાં યુવાનોને ભાગ લેવા પ્રોત્સાહન આપવું.
  • ૩.સમાજમાં કન્યા-કુમાર કેળવણી તેમજ પ્રોઢ શિક્ષણના પ્રચાર માટે યોગ્ય પગલાં લેવા.
  • ૪.સમાજમાં શિક્ષણનો ફેલાવો કરવા યોગ્ય એવી બીજી પ્રવૃત્તિઓ હાથ ધરવી. સમાજના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને શિક્ષણ આપવા છાત્રવૃત્તિઓ આપવી તેમજ આપવડાવવી.
  • ૫.પુસ્તકાલયો, વાંચનાલયો, ગૃહો-બેઠકો, મહાવિદ્યાલયો, કુમાર-કન્યા છાત્રાલયો ઈત્યાદિ સાનુકૂળતા મુજબ નિર્માણ કરવા જરૂરી જણાય તો સમાજના સહયોગમાં રહી કાર્ય કરશે. તેમજ સંચાલનમાં યોગ્ય મદદ કરશે.
  • ૬.સમાજના નિરાધાર અને અનાથ ભાઈ-બહેનોને યોગ્ય સહાયતા આપશે-અપાવશે.
  • ૭.સમાજના ઉદ્દેશો પાર પાડવા માટે ફંડ, દાન, અન-અન્ય સ્વીકૃત રીતે નાણાં એકત્રિત કરવાં, સ્થાવર કે જંગમ મિલકતો નિર્માણ કરવા અથવા બીજી સ્વીકૃત રીતે નવું કરવું તથા તેવી પ્રવૃત્તિઓ હાથ ધરવી.
  • ૮.કેન્દ્રીય સમાજે સમયે-સમયે પસાર કરેલા ઠરાવોને અમલી બનાવવાના પ્રયાસો કરવા. સમાજમાં ચાલતા ધાર્મિક અને ઉદાર અંધશ્રદ્ધાઓ દૂર કરવા પ્રયાસો કરવા. અવારનવાર ધાર્મિક પ્રવચનો સમારંભોનું આયોજન કરી ધાર્મિક જાગૃતિ સાથે એકતા કેળવવા પ્રયાસો કરવા.
  • ૯.સમાજમાં નશા – વ્યસન પર સરી બેઠેલા કુરિવાજોને નાબૂદ કરવા પ્રયાસો કરવા અને તે માટે યોગ્ય જનમત તૈયાર કરવા સમાજો તેમજ સમાજના ભાઈઓ-બહેનોનો સંપર્ક સાધવો.
  • ૧૦.સમાજે બનાવેલા કોઈ જ્ઞાતિ નિયમ, સમયાનુસાર સમાજ હિતને અનુકૂળ ન જણાય તો સમાજનું ધ્યાન દોરવું. યુવક-યુવતીઓની લાગણીઓ તેમજ પ્રવૃત્તિનો વ્યાપ સમાજ સમક્ષ પ્રસ્તુત કરવો. સમાજ સાથે કેન્દ્રીય સમાજનો નાતો સાંકળની કડીરૂપ પૂરક બની એક જ સ્વરૂપમાં કાર્ય કરવું.
  • ૧૧.જ્યાં જ્યાં આપત્તિઓ ન આવાયેલા હોય ત્યાં તે આપાત દેવા જરૂરી પગલાં લેવા.
  • ૧૨.સમાજના અન્ય મંડળોનાં આંતરિક અને પરસ્પર સાધ તેમજ મતભેદો નિવારવા મધ્યસ્થી કરવી અને સમાજનો તે બાબતનો નિર્ણય તેવા મંડળ અથવા મંડળોને માન્ય ગણાશે.
  • ૧૩.સમાજને પ્રગતિને પંથે લઈ જવા, જ્ઞાતિ હિત સાચવવા તેમજ રાષ્ટ્રીય ઉત્થાન માટે જે કોઈ સાનુકૂળ યોગ્ય જણાય તેવી પ્રવૃત્તિઓ હાથ ધરશે. દેશના કોઈપણ ભાગમાં આકસ્મિક અથવા કુદરતી આફતો વખતે સામાજિક કે રાષ્ટ્રીય સહયોગ પૂરો પાડશે.
૪. કચેરી:-

ક.સ્થાયી કચેરી:-

કચ્છ કડવા પાટીદાર સમાજની સ્થાયી કચેરી પાટીદાર વિદ્યાર્થી ભવન, નખત્રાણા, કચ્છ ખાતે રહેશે.

ખ.પેટા કચેરી:-

સમાજની કામગીરીની જરૂરિયાત મુજબ કાર્યકારી સમિતિ દ્વારા અન્ય યોગ્ય સ્થળોએ પેટા કચેરી સ્થાપિત કરી શકાશે.