Welcome :- Guest

SHREE KUTCHH KADVA PATIDAR SAMAJ SURAT

|| સનાતન પરમો ધર્મ || || શ્રી ઉમાયૈ નમ: ||

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ

સંપર્ક “સેતુ” MISSION 2020
મિશન ૨૦૨૦ - લક્ષ્યાંકો
  • રાજકીય પ્રતિનિધિત્વ: ઉચ્ચ રાજકીય પ્રતિનિધિત્વ હશે...
  • શિક્ષણ અને ગ્રેજ્યુએશન: હવે પછીનો યુવા ગ્રેજ્યુએટ જ હશે...
  • રાષ્ટ્રીય પ્રતિભા: શૈક્ષણિક ક્ષેત્રે રાષ્ટ્રીય પ્રતિભાની ખોજ...
  • રમતગમત અને ચંદ્રક: ૨૦૨૦ સુધી આંતરરાષ્ટ્રીય ચંદ્રક મેળવવા લક્ષ્યાંક...
  • આધ્યાત્મિક માર્ગદર્શન: આધ્યાત્મિક ક્ષેત્રે યોગ્ય રાહ નિર્ધાર કરવા અભિગમ...
  • મહિલા સશક્તિકરણ: યુવાસેલ થકી તમામ ક્ષેત્રમાં મહિલા પ્રતિભા વિકસાવવી...
  • કોર્પોરેટ ક્ષેત્ર: કોર્પોરેટ ક્ષેત્રે ઓછામાં ઓછી ૨૦ નવી કંપનીઓ નોંધાશે...
  • ધંધાકીય ઓળખ: ધંધાકીય ક્ષેત્રે આપણામાંથી રાષ્ટ્રીય પહેચાન ઊભી કરીએ...
  • એકતા અને નિર્ધાર: “સંપર્ક સેતુ” વડે દરેક યુવામંડળને એક સૂત્રે જોડવાનો નિર્ધાર...
  • ઓનલાઇન ડેટાબેઝ: વિશ્વભરમાં પથરાયેલ સમાજની માહિતી ઓનલાઇન ઉપલબ્ધ કરવી...
  • ભવિષ્યની સુદ્રઢતા: યુવા સુરક્ષા કવચ થકી ભવિષ્યની સુદ્રઢતાનો સંકલ્પ સાથે સંકલન હશે...
  • યુવા મહોત્સવ: જાન્યુઆરી ૨૦૨૦ યુવા મહોત્સવ આંતરરાષ્ટ્રીય યુવા બનાવવા તરફનું કદમ બનશે...
  • સ્થાનિક નેતૃત્વ: શહેરોમાં નગર સેવક-દરેક ગ્રામ પંચાયત સભ્ય તરીકે અવશ્ય રાજકીય ધ્વાર ખોલશે...
  • વૈશ્વિક વિકાસ: વિદેશમાં આપણા સાહસિકો વડે સામૂહિક વિકાસથી શ્રેષ્ઠતાનાં શિખરો સર કરવાનો સંકલ્પ...
  • પર્યાવરણ અને સ્વાવલંબન: ૨૦૨૦ સુધી જમીનો વિકસાવી એક કરોડ વૃક્ષ વાવેતરથી લાકડા ઉપજમાં સ્વાવલંબન તરફ કદમ...
સંપર્ક “સેતુ” અને સમાજ પરિકલ્પના
૧. યુવાસંઘ મિશન ૨૦૨૦ અને શ્રમદાન:

યુવાસંઘ મિશન ૨૦૨૦ને સંપર્ક “સેતુ” થી જોડી સમાજની પરિકલ્પનાને અતિભવ્ય બનાવીએ. સમાજના કોઈપણ કાર્ય માટે પોતાના વ્યવસાયને સાબુત રાખી અથવા નિવૃત્તિ બાદ સમાજ પ્રવૃત્તિમાં માનદ્ રીતે જોડાઈ સમાજ કાર્ય માટે શ્રમદાન વડે સમાજ રચના અને માળખાંને મજબૂત કરીએ.

૨. પરંપરા, મૂલ્યો અને આધુનિકતા:

સ્થાનિક પ્રજા સાથેનો તાદાત્મ્ય તથા સુમેળ સાધી સ્થાનિક ઋણ અદા કરીએ. આપણી મૂળભૂત પરંપરા, ભાષા-ભૂષા-ભોજન ભુલાય નહીં. ખૂબ જ ઝડપથી આયામો સિદ્ધ કરવા જ રહ્યા. ઔદ્યોગિક આધુનિકતા, કોમ્પ્યુટર જીવન, આર્થિક નવા માપદંડોને ખૂબજ તાત્કાલિક રાહે અપનાવીએ. દરેક ક્ષેત્રે સાતત્ય જાળવી ચારિત્ર્ય અને મૂલ્યો વડે આપણી સંસ્કારિતા વિસરાય નહિ તેનું જતન કરીએ.

૩. ઉચ્ચ આદર્શ અને નિષ્ઠા:

વ્યવસાય હોય કે સામાજિક પરિવેશ હોય કે પછી રાજકીય પ્રતિષ્ઠાન ઊભું કરવા અતિ ઊંચા આદર્શ સાથે આંતરિક નિષ્ઠા અને મુત્સદ્દીગીરીનો સરવાળો અચૂક કરીએ તેમાં હૃદયથી ખૂંપી જઈ નવા આયામો સિદ્ધ કરીએ.

સમાજ કલ્યાણ યોજના
યુવા સુરક્ષા કવચ

યુવા સુરક્ષા કવચ એટલે યુવાવસ્થાએ કોઈ દિવંગત થયેથી સભ્યનાં કુટુંબને સહાયરૂપ યોજના.

અપને લીયે નહીં પર અપનોં કે લીયે
મારા પરિવારનું ભવિષ્ય હવે બિલકુલ સુરક્ષિત...
સત્વરે સભ્યપદ મેળવો — કાલ કોણે જોઈ છે...?
પોતાની સુરક્ષા સાથે જ્ઞાતિબંધુને મદદરૂપ થવાનો ઉત્તમ ધર્મ